દિલ્હી વડી અદાલતે આજે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકોને નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રવર્તન નિદેશાલય-ED દ્વારા દાખલ કરાયેલી અરજીનો જવાબ આપવા જણાવ્યું છે. ED એ ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો છે જેણે આ કેસમાં તેમની સામેની ચાર્જશીટ પર નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ રવિન્દર દુડેજાએ મુખ્ય અરજી તેમજ 16 ડિસેમ્બરના ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે માંગતી EDની અરજી પર કોંગ્રેસ નેતાઓ અને અન્ય લોકોને નોટિસ પાઠવી હતી. વડી અદાલત આ મામલાની વધુ સુનાવણી આગામી વર્ષે 12 માર્ચે હાથ ધરશે.
Site Admin | ડિસેમ્બર 22, 2025 7:55 પી એમ(PM)
દિલ્હી વડી અદાલતે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પાસે નેશનલ હેરાલ્ડ કેસમાં ED એ દાખલ કરેલી અરજીનો જવાબ માંગ્યો