દિલ્હી મેટ્રોએ આજે વસંત કુંજમાં ગોલ્ડન મેટ્રો લાઇન માટે ટનલનું બાંધકામ પૂર્ણ કર્યું. આ 26 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન એરોસિટી-તુગલકાબાદ કોરિડોર હેઠળ ચાલશે.
આ પ્રસંગે, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે ભારતનું મેટ્રો નેટવર્ક વિશ્વનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક છે અને તે આ વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાના ન્યૂયોર્ક મેટ્રો નેટવર્કને પાછળ છોડી દેશે. તેમણે કહ્યું કે દેશમાં મેટ્રો નેટવર્ક અત્યાર સુધીમાં એક હજાર કિલોમીટરને પાર કરી ગયું છે. ગોલ્ડન મેટ્રો લાઇનનું કામ પૂર્ણ થવાથી દિલ્હી-એનસીઆરના લોકોને ફાયદો થશે.
Site Admin | માર્ચ 6, 2025 7:53 પી એમ(PM)
દિલ્હી મેટ્રોએ આજે વસંત કુંજમાં ગોલ્ડન મેટ્રો લાઇન માટે ટનલનું બાંધકામ પૂર્ણ કર્યું.