ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 7, 2025 4:14 પી એમ(PM)

printer

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરિયોજના હેઠળ ભરૂચમાં અંકલેશ્વર નજીક પુન ગામ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મંજૂર કરાયા

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરિયોજના હેઠળ ભરૂચમાં અંકલેશ્વર નજીક પુન ગામ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મંજૂર કરાયા છે. આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના વાહનચાલકોને સીધો લાભ થશે. વડોદરાથી મુંબઈ તરફ જતા વાહનચાલકો હવે પુન ગામ નજીકના એક્ઝિટનો ઉપયોગ કરી ઓલપાડ-અંકલેશ્વર ધોરીમાર્ગ મારફતે સુરત જઈ શકશે. તદુપરાંત, મુંબઈથી વડોદરા તરફ જતા વાહનચાલકો પણ ધોરીમાર્ગ પરથી આ એક્સપ્રેસ હાઇવેમાં પ્રવેશ મેળવી શકશે.