ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 14, 2024 1:55 પી એમ(PM) | ચૂંટણી

printer

દિલ્હી મહાનગરપાલિકા આજે નવા મેયરની પસંદગી કરશે. આજે બપોરે ચૂંટણી યોજાશે

દિલ્હી મહાનગરપાલિકા આજે નવા મેયરની પસંદગી કરશે. આજે બપોરે ચૂંટણી યોજાશે. ગઈકાલે દિલ્હીના ઉપ-રાજ્યપાલ વી. કે. સક્સેનાએ ચૂંટણીની દેખરેખ માટે ભાજપના મહાનગરપાલિકાના સભ્ય સત્ય શર્માને પ્રમુખપદના અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. જોકે, ઉપ-રાજ્યપાલના આ નિર્ણય સામે આમ આદમી પાર્ટી – આપે વાંધો ઉઠાવતા કહ્યું કે, ઉપ-રાજ્યપાલે નિષ્પક્ષતા જાળવવા વર્તમાન મેયર અથવા તો મહાનગરપાલિકાના સૌથી વરિષ્ઠ નેતાને પ્રમુખપદના અધિકારી તરીકે નિયુક્ત કરવા જોઈએ.
આ તરફ ઉપ-રાજ્યપાલના આ નિર્ણય અંગે ભાજપે આમ આદમી પાર્ટી પર વૈધાનિક નિમણૂકો પરશંકા વ્યક્ત કરવાની આદત હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. 250 સભ્યની મહાનગરપાલિકામાં આમ આદમી પક્ષ પાસે 127 અને ભાજપ પાસે 114 સભ્ય છે. જ્યારે કૉંગ્રેસના આઠ સભ્ય છે. ભાજપ પાસે ગૃહમાં બહુમતી ન હોવા છતાં પક્ષે મેયર પદ માટે ક્રિષ્નલાલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મહેશ ખીચી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. તો નાયબ મેયર પદ માટે આપે રવિન્દ્ર ભારદ્વાજ અને ભાજપે નીતિ બિષ્ટને મેદાનમાં ઉતાર્યાં છે. સાત મહિનાના વિલંબ બાદ મેયરની ચૂંટણી યોજાશે.