દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજે જીત મેળવી છે. ભાજપના રાજા ઇકબાલ સિંહે કોંગ્રેસના મનદીપ સિંહને ૧૨૫ મતોથી હરાવીને મેયર પદ પર વિજેતા થયા. ડેપ્યુટી મેયર પદ માટે ભાજપના જય ભગવાન યાદવ બિનહરીફ ચૂંટાયા.
વિજય બાદ, નવા ચૂંટાયેલા મેયર, રાજા ઇકબાલ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સરકાર શહેરના તમામ નાગરિકોને વધુ સારી નાગરિક સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજા ઇકબાલ સિંહને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.