દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હી સરકાર પર ડુંગળીની વધતી કિંમતો સામે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દર વર્ષે ભાજપે દિલ્હી સરકારને ચોમાસા પછીની ડુંગળીની અછતને પહોંચી વળવા બેકઅપ પ્લાન તૈયાર કરવા વિનંતી કરી, પરંતુ દિલ્હી સરકારે આ સલાહ પર ધ્યાન આપ્યું નહીં. જેના કારણે લોકોને મોંઘી ડુંગળી ખરીદવી પડી રહી છે. શ્રી સચદેવાએ જણાવ્યું હતું કે દિલ્હીના લોકોની સુવિધા માટે કેન્દ્ર સરકારે તેની નાફેડ જેવી એજન્સીઓ દ્વારા ડુંગળીનો સ્ટોક તૈયાર કર્યો છે અને આજે તે વાન દ્વારા 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવી રહી છે. તેમણે કેજરીવાલ સરકાર પર છૂટક બજારમાં ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે કોઈ પ્રયાસો ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો .
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 7:17 પી એમ(PM)
દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હી સરકાર પર ડુંગળીની વધતી કિંમતો સામે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે
