એસોસિએશન ઓફ ઓલ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) એ અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં યુનિવર્સિટીનું નામ આવતા અલ ફ્લાહ યુનિવર્સિટીનું સભ્ય પદ રદ્દ કરાયું છે.આજે યુનિવર્સિટીને એક પત્ર જારી કરીને, એસોસિએશને જણાવ્યું હતું કે, મીડિયા અહેવાલો અનુસાર અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવતા આકરા પગલાંના રૂપે તેનું સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત યુનિવેર્સિટીની નાણાંકીય ભંડોળ અંગે પણ ઇ ડી દ્વારા તાપસ કરવામાં આવશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દિલ્હી વિસ્ફોટની તપાસ દરમિયાન અલ-ફલાહ યુનિવર્સિટી તપાસ હેઠળ છે.
Site Admin | નવેમ્બર 14, 2025 9:22 એ એમ (AM)
દિલ્હી બ્લાસ્ટ કેસમા સંડોવણી અંતર્ગત અલ ફ્લાહ યુનિવર્સિટીનું સભ્ય પદ રદ્દ કરાયું