ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 25, 2025 7:54 પી એમ(PM)

printer

દિલ્હી પોલીસે 100 કરોડ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો

દિલ્હી પોલીસ ગુના નિવારણ શાખાએ એક આંતરરાષ્ટ્રીય માદક પદાર્થની દાણચોરી કરતી ટુકડીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ ટુકડીનો મુખ્ય આરોપી નાઇજીરીયન નાગરિક છે, તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું ભારતમાં રહેતા વિદેશી નાગરિકોનો ઉપયોગ કરીને માદક પદર્થોની દાણચોરી કરતી હતી. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, દાણચોરો પાસેથી સાડા ચાર કિલોગ્રામથી વધુ માદક પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 100 કરોડ રૂપિયા છે.
પત્રકારો સાથે વાત કરતા દિલ્હી પોલીસના એડિશનલ ડેપ્યુટી કમિશનર મંગેશ કશ્યપે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી હોન્ડા સિટી કાર અને બે લાખ રૂપિયાથી વધુની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં પાંચ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે જેમની પાસેથી નકલી ઓળખ કાર્ડ, પાસપોર્ટ, મોબાઈલ ફોન અને નોટબુક જપ્ત કરવામાં આવી છે, જેમાં માદક પદાર્થના વેચાણની વિગતો છે.