જાન્યુઆરી 18, 2026 9:47 એ એમ (AM)

printer

દિલ્હી પોલીસે નકલી NCERT પાઠ્યપુસ્તકો છાપવા અને સપ્લાય કરવામાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો

દિલ્હી પોલીસે નકલી NCERT પાઠ્યપુસ્તકો છાપવા અને સપ્લાય કરવામાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ગાઝિયાબાદના લોની વિસ્તારમાં દરોડા પાડીને, દિલ્હી પોલીસે કુલ 44 હજાર 862 નકલી NCERT પાઠ્યપુસ્તકો અને બે ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ મશીનો તેમજ પેપર રીલ્સ જપ્ત કર્યા, જેની કિંમત 2 કરોડ રૂપિયા છે. એક નિવેદનમાં, દિલ્હી પોલીસે જણાવ્યું કે, નકલી NCERT પુસ્તકો સપ્લાય કરવાના કેસમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન એવું જાણવા મળ્યું કે આરોપી ગેરકાયદેસર પ્રિન્ટિંગ ફેક્ટરી ચલાવી રહ્યો હતો.