દિલ્હી પોલીસ દિલ્હી-એનસીઆરમાં ગેરકાયદેસર હથિયારોની દાણચોરીમાં સંડોવાયેલી એક આંતરરાજ્ય ટુકડીનાં ત્રણ મુખ્ય સભ્યોની ધરપકડ કરી છે. આ ટુકડી પાસેથી પોલીસે પાંચ પિસ્તોલ પણ કબજે કરી છે. આ ટુકડી મધ્યપ્રદેશ અને બિહારથી દિલ્હી અને એનસીઆર આવે છે. અને ગેરકાયદેસર હથિયારો પૂરા પાડે છે. ધરપકડ કરાયેલા ત્રણ વ્યક્તિઓની ઓળખ અનિકેત, સૌરવ અને આનંદ કુમાર તરીકે થઈ છે.
Site Admin | માર્ચ 15, 2025 8:12 એ એમ (AM)
દિલ્હી પોલીસે ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરનાર ટુકડીનાં ત્રણ મુખ્ય સભ્યોની ધરપકડ કરી
