દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધી છે. એક FIR છેતરપિંડી અને બીજી બનાવટની કલમો હેઠળ નોધાઈ છે.દિલ્હી પોલીસના સૂત્રના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની ઓખલામાં અલ-ફલાહ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. દિલ્હી પોલીસે યુનિવર્સિટીને નોટિસ પણ જારી કરી છે અને કેટલાક દસ્તાવેજો માંગ્યા છે.પોલીસે જણાવ્યું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા સમીક્ષા દરમિયાન ગંભીર ગેરરીતિઓ મળી આવ્યા બાદ FIR દાખલ કરવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 16, 2025 9:12 એ એમ (AM)
દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી સામે બે અલગ અલગ FIR નોંધી