ડિસેમ્બર 5, 2025 2:05 પી એમ(PM)

printer

દિલ્હી એરપોર્ટથી ઉપડતી ઈન્ડિગોની સ્થાનિક વિમાનસેવા આજે મધ્યરાત્રિ સુધી રદ

દિલ્હી એરપોર્ટથી ઉપડતી ઈન્ડિગોની સ્થાનિક વિમાનસેવા આજે મધ્યરાત્રિ સુધી રદ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટે જણાવ્યું હતું કે અન્ય તમામ સેવાઓની કામગીરી સમયપત્રક મુજબ ચાલુ રહેશે.
એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિમાન મુસાફરી કરતાં પહેલા સત્તાવાર વેબસાઇટ newdelhiairport.in પર તપાસ કરવાની સલાહ આપી છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે આ અંગે વાતચીત કરી હતી.