ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2025 9:27 એ એમ (AM)

printer

દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે

દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ માટે ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી.અંજારિયાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના કરી છે. આ મામલે આજે સુનાવણી થશે.ગઈકાલે, એક વકીલે આ બાબતનો ઉલ્લેખ કર્યા પછી, CJI બી.આર.ગવઈએ કહ્યું કે તેઓ શેરી કૂતરાઓ સંબંધિત ચાલી રહેલા મુદ્દાની તપાસ કરશે, તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની વિવિધ બેન્ચે અલગ અલગ નિર્દેશો જારી કર્યા છે. બેન્ચે શેરી કૂતરાઓને આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કરવા અને તેમને જાહેર સ્થળોએ પાછા છોડવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.11 ઓગસ્ટના રોજ, ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે રખડતા કૂતરાઓના ભય અંગે કડક ટિપ્પણી કરી અને દિલ્હી-એનસીઆરને આઠ અઠવાડિયાની અંદર તમામ વિસ્તારોમાંથી શેરી કૂતરાઓને દૂર કરવાનું અને શ્વાનોને આશ્રયસ્થાનોમાં રાખવાનો આદેશ આપ્યો.શેરી કૂતરાઓના વધતાં હુમલા અંગેના મીડિયા અહેવાલ પર શરૂ કરાયેલી સુઓમોટો કાર્યવાહી અગે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.