ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

દિલ્હી આબકારી નીતિમાં કૌભાંડ કેસમાં મનિષ સિસોદિયાને જામીન પર મુક્ત કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ

સર્વોચ્ચ અદાલતે દિલ્હી આબકારી નીતિમાં કથિત મનિલૉન્ડરિંગ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં જણાવ્યું કે સિસોદિયા 17 મહિનાથી કસ્ટડીમાં છે, છતાં સુનાવણી શરૂ નથી થઈ. આ તેમને ઝડપી સુનાવણીના અધિકારથી વંચિત રાખે છે. અદાલતે આ આધાર પર તેમને ઈડી અને સીબીઆઈ બંને કેસોમાં જામીન આપ્યા હતા.