દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર-એનસીઆરમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)અનુસાર,રાષ્ટ્રીય રાજધાનીમાં સાંજે 5 વાગ્યે 334 નો હવા ગુણવત્તા સૂચકાંક(AQI) નોંધવામાં આવ્યો હતો. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે દિલ્હી સરકાર દ્વારા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં શહેરમાં પ્રદૂષણનું સ્તર ઘટતું નથી.દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં હવાની ગુણવત્તા બગડવાને કારણે લોકોને શ્વાસ, આંખ અને ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ એજન્સીઓ દ્વારા પાણીનો છંટકાવ,મશીનો વડે રસ્તાઓની સફાઈ અને ધુમ્મસ દૂર કરવા જેવા અનેક પગલાં લેવાયા હોવા છતાં, શહેરમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં રહે છે. આકાશવાણી સાથેની વાતચીતમાં ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલના શ્વસન વિભાગના અધ્યક્ષ ડૉ. અમિત સૂરીએ નાગરિકોને પ્રદૂષણ સંબંધિત રોગોથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી હતી.
Site Admin | નવેમ્બર 10, 2024 7:23 પી એમ(PM)
દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર-એનસીઆરમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં છે
