દિલ્હી અગ્નિશમન વિભાગે જણાવ્યું કે, આ વર્ષે દિવાળીના દિવસે ગત 10 વર્ષના સૌથી વધુ સંખ્યામાં કટોકટી સ્થિતિ માટેના કૉલની માહિતી મળી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા દિલ્હી અગ્નિશનમ દળ સેવાના નિદેશક અતુલ ગર્ગે કહ્યું કે, ‘સાંજે 5 વાગ્યાથી સવાર 5 વાગ્યા સુધી આગ લાગવાની ઘટનાઓના 300થી વધુ કૉલ આવ્યા છે.’ શ્રી ગર્ગે કહ્યું કે, ‘આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જોકે, આ વર્ષે કોઈ મોટી આગ લાગવાના અહેવાલ નથી.’
Site Admin | નવેમ્બર 1, 2024 2:25 પી એમ(PM)
દિલ્હી અગ્નિશમન વિભાગને ગત 10 વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં કટોકટી સ્થિતિ માટેના કૉલની માહિતી મળી
