જાન્યુઆરી 19, 2026 9:21 એ એમ (AM)

printer

દિલ્હીમાં 53મો વિશ્વ પુસ્તક મેળો સંપન્ન

દિલ્હીમાં 53મો વિશ્વ પુસ્તક મેળો ગઇકાલે સંપન્ન થયો. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત, નવ દિવસીય પુસ્તક મેળામાં ૩૫થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. આ વર્ષના મેળાનું એક મુખ્ય આકર્ષણ ભારતીય સૈન્ય ઇતિહાસ, શૌર્ય અને બુદ્ધિશક્તિ @75 (Indian Military History, Valour and Wisdom @75) વિષય પર આધારિત વિશેષ પ્રદર્શન રહ્યું. પુસ્તક મેળામાં પ્રવેશ સંપૂર્ણપણે મફત રાખવાના નિર્ણયની પણ લોકોએ ભરપૂર પ્રશંસા કરી છે. આ વર્ષનો વિશ્વ પુસ્તક મેળો માત્ર પુસ્તકોનો ઉત્સવ જ નહીં, પરંતુ વૈશ્વિક સાહિત્યિક અને સાંસ્કૃતિક સહયોગને મજબૂત કરતું એક પ્રભાવશાળી મંચ પણ સાબિત થયો છે.