વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચે દિલ્હી-ncr અને આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન -ગ્રેપના ચોથા તબક્કાને લાગુ કર્યો છે. ગઈકાલે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 400ને પાર જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં પ્રતિબંધો હેઠળ, આવશ્યક સેવાઓ પૂરી પાડતા વાહનો સિવાય, દિલ્હીમાં BS-4 ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રેપના એક, બે અને ત્રણ તબક્કા હેઠળના તમામ પગલાં અમલમાં રહેશે.
Site Admin | જાન્યુઆરી 18, 2026 3:22 પી એમ(PM)
દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચતા તાત્કાલિક અસરથી ગ્રેપ-4 લાગુ કરાયો.