સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં શેરી કૂતરાઓને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટે 11મી ઓગસ્ટના રોજ પસાર કરેલા નિર્દેશો પર રોક લગાવવાની અરજીઓ પર આદેશ અનામત રાખ્યો હતો.
ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની બે ન્યાયાધીશોની ખંડપીઠે જાતે નોંધ લઇ તમામ શેરી કૂતરાઓને દૂર કરવા અને આશ્રયસ્થાનોમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આજે ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ સંદીપ મહેતા અને ન્યાયમૂર્તિ એન. વી. અંજારિયાની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી.
આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે કેટલાક વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ ઉલ્લેખ કર્યો હતો કે અગાઉની બેંચો દ્વારા પસાર કરાયેલા નિર્દેશો વિરોધાભાસી હતા.
Site Admin | ઓગસ્ટ 14, 2025 2:40 પી એમ(PM)
દિલ્હીમાં શેરી કૂતરાઓને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટેના અગાઉના નિર્દેશો પર રોક લગાવવાની અરજીઓ પર સર્વોચ્ચ અદાલતે આદેશ અનામત રાખ્યો.
