ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 28, 2025 1:53 પી એમ(PM) | દિલ્હી વિધાનસભા

printer

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા, યમુનાના પાણીના મુદ્દા પર દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા, યમુનાના પાણીના મુદ્દા પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.ભાજપે આપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં આવતા યમુનાના પાણીને ઝેરી બનાવી રહી છે.ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું કે, દિલ્હી જલ બોર્ડે પોતે જ આ આરોપને ફગાવી દીધો છે જે દર્શાવે છે કે આમ આદમી પાર્ટી પડોશી રાજ્યની સરકાર પર પાયાવિહોણા આરોપો લગાવવાનો પ્રયાસ કરી રહી છે.કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે પણ આ મુદ્દા પર AAPના વડા અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે,કેજરીવાલે સમજાવવું જોઈએ કે પાણીમાં કયા પ્રકારનું ઝેર હતું.દરમિયાન, AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ યમુનામાં એમોનિયા સ્તરના મુદ્દા પર મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ