દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટમાં આઠ લોકો માર્યા ગયા છે.
ગઈકાલે સાંજે લગભગ 7 વાગ્યે ટ્રાફિક સિગ્નલ નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો. નજીકના અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે દિલ્હી પોલીસ, રાષ્ટ્રીય તપાસ એજન્સી, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ ટીમો અને ફોરેન્સિક ટીમોએ તપાસ શરૂ કરી છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ ટૂંક સમયમાં જાણી શકાશે.
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સિગ્નલ પર ધીમે ધીમે ચાલતા વાહનમાં વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, વિસ્ફોટકો અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
પ્રધાનમોદી નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની સમીક્ષા કરી ,ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. શ્રી શાહે વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી અને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ ઘાયલોને મળ્યા. એલએનજેપી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે 15 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી આઠ લોકોના હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયા હતા, ત્રણ ગંભીર રીતે ઘાયલ છે અને એકની હાલત સ્થિર છે.
ગૃહમંત્રી આજે ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરશે.
Site Admin | નવેમ્બર 11, 2025 9:23 એ એમ (AM)
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટમાં આઠના મોત – અનેક ઘાયલ