દિલ્હી હાઈકોર્ટે આજે યમુના નદીના કિનારે છઠ પૂજાની વિધિ કરવાની પરવાનગી માંગતી જાહેર હિતની ફગાવી દીધી હતી. મીડિયા અહેવાલોમુજબ, પીઆઈએલમાં યમુના નદીના કિનારે છઠના તહેવારો પર જાહેરપ્રતિબંધને પડકાર્યો હતો, અરજદાર પૂર્વાંચલ નવનિર્માણ સંસ્થાએ જણાવ્યું હતું કેકોવિડ-19રોગચાળા દરમિયાન પ્રથમ વખત પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હવે ફરીથી તેને લાદવામાંઆવ્યો છે. જો કે, દિલ્હીહાઈકોર્ટે પ્રતિબંધને રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને યમુના નદીના ગંભીર પ્રદૂષણ, ઝેરી ફીણના મુદ્દાઓને ટાંક્યા હતા. અહેવાલ મુજબ, દિલ્હીસરકારના વકીલે કોર્ટને જણાવ્યું કે લોકો માટે અન્ય સ્થળોએ ધાર્મિક વિધિ કરવા માટેવૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 6, 2024 7:54 પી એમ(PM)
દિલ્હીમાં યમુના નદીના કિનારે છઠપૂજાની મંજૂરી માંગતી જાહેર હિતની અરજીનેદિલ્હી હાઇકોર્ટે ફગાવી
