ઓગસ્ટ 10, 2025 8:46 એ એમ (AM)

printer

દિલ્હીમાં ભારે વરસાદને કારણે જૈતપુર નજીક એક દિવાલ ધરાશાયી થતાં બે બાળકો અને એક મહિલા સહિત સાતના મોત

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં ગઈકાલે ભારે વરસાદને કારણે જૈતપુર નજીક એક દિવાલ ધરાશાયી થતાં બે બાળકો અને એક મહિલા સહિત સાતના મોત થયા છે. મૃતકોમાં ઘણા સ્થળાંતરિત કામદારો હતા.
ધટનાની જાણ થતાં દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ફસાયેલા લોકોને ધરાશાયી થયેલા માળખા નીચેથી બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એઈમ્સ અને સફદરજંગ હોસ્પીટલમાં ખસેડાયા હતા.