નવેમ્બર 11, 2025 5:00 પી એમ(PM)

printer

દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ રાજ્ય પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં તપાસ વધુ સક્રિય કરી

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ બાદ રાજ્ય પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પણ સઘન તપાસ હાથ ધરાઈ છે. બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિર, અમીરગઢ ચેક પોસ્ટ, અને વાવ થરાદ જિલ્લામાં આવેલ ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ છે. ગાંધીનગરમાં સચિવાલયમાં સરકારી અને ખાનગી તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાન દ્વારકાધીશ મંદિરની પણ સુરક્ષા વધારાઈ છે. મંદિર પરિસરમાં વિવિધ ચીજ વસ્તુ લાવવા પ્રતિબંધ લગાવાયો છે. મરીન પોલીસ અને તટરક્ષકને સક્રિય કરી દરિયાઈ સુરક્ષા પણ વધારવામાં આવી છે. ભાવનગરમાં પણ SOG, ત્વરિત પ્રતિભાવ દળ -QRT, ડૉગ સ્ક્વોડની ટીમ તેમજ થાણા અધિકારીની વિવિધ ટુકડી દ્વારા સંવેદનશીલ વિસ્તારો તેમજ અન્ય સ્થળો ઉપર સ્નિફર ડૉગ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ. પંચમહાલ તેમજ મોરબીમાં વિવિધ હૉટેલમાં અને આવતા-જતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.