રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું, ઉત્તર ભારતમાં ચાલી રહેલી ઠંડીના કારણે રેલ અને હવાઈ ટ્રાફિક પર ગંભીર અસર પડી. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (આઈજીઆઈ) એરપોર્ટ પર નબળી દૃશ્યતાએ અનેક ફ્લાઇટ્સ મોડી પડી. ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે કુલ 177 ટ્રેનો મોડી ચાલી રહી છે.
દરમિયાન, દિલ્હીની હવાની ગુણવત્તા એક મોટી ચિંતાનો વિષય છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માહિતી અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં હવા ગુણવત્તા સૂચકાંક સવારે 7 વાગ્યે 368 હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 1:24 પી એમ(PM)
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે હવાઇ અને ટ્રેન સેવા ખોરવાઇ..177 ટ્રેન મોડી દોડી રહી છે