ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 29, 2024 2:48 પી એમ(PM) | દિલ્હી

printer

દિલ્હીમાં કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં પોલિસે ભોંયરાના માલિક સહિત વધુ પાંચની ધરપકડ કરી

દિલ્હી પોલીસે IAS કોચિંગ સેન્ટરની ઘટનામાં વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં ભોંયરાના માલિકો અને બિલ્ડિંગના ગેટને નુકસાન પહોંચાડનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે કહ્યું કે, તે આ કેસમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ડીસીપી એમ હર્ષવર્ધનનું કહેવું છે કે, તમામ બાજુથી તપાસ ચાલી રહી છે.///રાજ્યસભાના ઉપસભાપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે કોચિંગ વર્ચ્યુઅલ કોમર્સ બની ગયું છે.
આજે સવારે જ્યારે ઉપલા ગૃહની બેઠક મળી ત્યારે શ્રીધનખડે દિલ્હીના કોચિંગ સેન્ટરમાં UPSC ઉમેદવારોના ડૂબી જવાથી થયેલા મૃત્યુનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે પણ તેઓ અખબાર વાંચે છે ત્યારે આગળના એક કે બે પાના કોચિંગ સેન્ટરની જાહેરાતોના હોય છે. તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દા પરટૂંકા ગાળાની ચર્ચા અથવા ધ્યાન ખેંચવા યોગ્ય માને છે. વધુમાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દે તેમની ચેમ્બરમાં તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે.