નવેમ્બર 11, 2025 7:24 પી એમ(PM)

printer

દિલ્હીમાં કારમાં વિસ્ફોટ બાદ ગુજરાતમાં પોલીસ દ્વારા તપાસ કામગીરી-ધાર્મિક સ્થળો સઘન સુરક્ષા વ્યવસ્થા

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ અપાયું છે. પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટની ઘટનામાં બાદ ગાંધીનગર રેન્જના તમામ જિલ્લાઓમાં ચેકિંગ શરૂ કરાયું છે. ગાંધીનગર રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું કે ગુના શાખા, SOG, ATS સહિત તમામ સુરક્ષા એજન્સીઓને સાવચેત કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા ધાર્મિક સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
પોરબંદરમાં ગોસા લેન્ડિંગ પોઈન્ટ સહિત બંદર, રેલ્વે સ્ટેશન અને દરિયાઇ પટ્ટી પર પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું.
અમરેલીના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં મોડી રાતથી જ પોલીસ વડાની સૂચના હેઠળ ચુસ્ત ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.