માર્ચ 5, 2025 7:24 પી એમ(PM) | પરવેશ સાહિબ સિંહે

printer

દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહે રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીનું નિરીક્ષણ કર્યું

દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીનું નિરીક્ષણ કર્યું. નદીનું નિરીક્ષણ કર્યા પછી, તેમણે કહ્યું કે છેલ્લા 10 દિવસમાં નદીમાંથી તેરસો ટન કચરો દૂર કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે સરકાર યુમના નદીમાં ફેરી સેવાઓ શરૂ કરશે. જેના માટે સરકાર એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને યમુના નદી તરફ આકર્ષિત કરવાનો છે.