દિલ્હી પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તેમના નિવાસસ્થાને થયેલા હુમલા ના આરોપીની ધરપકડ કરી છે. ભાજપે આ હુમલાની નિંદા કરી છે.દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે પોલીસે તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં શ્રીમતી ગુપ્તાની હાલત સ્થિર છે.
દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ સાહિબ સિંહે પણ દિલ્હીના મુખ્યમંત્રી પર થયેલા હુમલાની નિંદા કરતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ઘટના ખૂબ જ નિંદનીય છે અને લોકશાહી મૂલ્યો પર સીધો હુમલો છે. તેમણે ઉમેર્યું હતું કે આ લોકશાહી પ્રક્રિયાને ખલેલ પહોંચાડવાનો કોઈપણ પ્રયાસ કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા, આતિશીએ પણ આ હુમલાની નિંદા કરતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં, કહ્યું કે લોકશાહીમાં, મતભેદ અને વિરોધ માટે સ્થાન છે, પરંતુ હિંસા માટે કોઈ સ્થાન નથી.
Site Admin | ઓગસ્ટ 20, 2025 2:48 પી એમ(PM)
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્ત પર હુમલો કરનારા આરોપી ઝડપાયો.