ફેબ્રુવારી 23, 2025 7:01 પી એમ(PM)

printer

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે  મુલાકાત કરી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે  મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહેકહ્યું કે દિલ્હીના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જન કલ્યાણકારી નીતિઓમાં અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનો કાર્યકાળ ચોક્કસપણે દિલ્હીને નવી ઊંચાઈઓ પરલઈ જશે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.શ્રીમતી ગુપ્તાએ રાષ્ટ્રીય રાજધાનીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ મળ્યા.શ્રી સિંહે દિલ્હીને વિકાસ અને સુશાસનના માર્ગ પર લઈ જવા માટે શ્રીમતી ગુપ્તાને શુભેચ્છાઓ પાઠવી.