દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. પક્ષના વડા અરવિંદ કેજરીવાલને લખેલા રાજીનામા પત્રમાં શ્રી ગેહલોતે જણાવ્યું છે કે, પક્ષ પ્રત્યેની સમર્પિત ભાવનાના બદલે રાજકીય મહત્વાકાંક્ષાએ સ્થાન મેળવ્યું હોવાથી નાગરીકોને અપાયેલા ઘણા વચનો પુર્ણ કરી શકાયા નથી. આના લીધે પક્ષ સામે ઘણા પડકારો ઉભા થયા છે.
દરમિયાન દિલ્હી ભાજપના વડા વિરેન્દ્ર સચદેવે પત્રકારો સાથેની વાતચીતમાં આપ પક્ષના નેતાએ આપેલા રાજીનામાને સાહસિક પગલુ ગણાવ્યું છે.
Site Admin | નવેમ્બર 17, 2024 7:42 પી એમ(PM)
દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પક્ષમાંથી રાજીનામું આપ્યું
