ફેબ્રુવારી 16, 2025 8:12 પી એમ(PM)

printer

દિલ્હીના ઉપરાજ્યપાલના કાર્યાલયે યમુના નદીની સફાઈ કાર્ય શરૂ થયાની માહિતી આપી છે

દિલ્હીના ઉપરાજ્યપાલના કાર્યાલયે યમુના નદીની સફાઈ કાર્ય શરૂ થયાની માહિતી આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા, કાર્યાલયે માહિતી આપી કે કચરો ઉપાડવાના સ્કીમર્સ, નીંદણ દૂર કરનારા અને ડ્રેજ યુટિલિટી ક્રાફ્ટ દ્વારા યમુનાને સાફ કરવાની ઝુંબેશ શરૂ કરાઇ છે. કાર્યાલયે જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવને તાત્કાલિક કામ શરૂ કરવા જણાવ્યું. આ ઉપરાંત, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિને શહેરના ઔદ્યોગિક એકમો દ્વારા ગટરોમાં ઠલવાતા કચરાના નિકાલ પર કડક નજર રાખવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.