દિલ્લીમાં આજે હવાની ગુણવત્તા “ખૂબ નબળી” શ્રેણીમાં નોંધાઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર આજે સવારે 11 વાગ્યે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 323 નોંધાયો હતો. દરમિયાન, પ્રદૂષણ ઘટાડવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં એન્ટી સ્મોગ ગન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
હવામાન વિભાગે કહ્યું છે કે બુધવાર સુધી હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહેવાની સંભાવના છે. અને ફટાકડા અને પરાળીના ધુમાડાને કારણે હવાની ગુણવત્તા ગંભીર શ્રેણી સુધી પહોંચવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે શૂન્યથી 50 ની વચ્ચે હવાનો ગુણવત્તા સૂચકાંક સારો માનવામાં આવે છે, 51 થી 100 વચ્ચે સંતોષકારક, 101 થી 200 મધ્યમ, 201 થી 300 નબળો, 301 થી 400 વચ્ચે ખૂબ જ અને 401 થી 450 વચ્ચેનો સૂચકાંક ગંભીર માનવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 28, 2024 2:14 પી એમ(PM)
દિલ્લીમાં આજે હવાની ગુણવત્તા “ખૂબ નબળી” શ્રેણીમાં નોંધાઈ છે
