ડિસેમ્બર 2, 2025 9:26 એ એમ (AM)

printer

દિત્વાહ વાવાઝોડા ગ્રસ્ત શ્રીલંકાને ભારતની તમામ સહાયની ખાત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુઆર કુમાર દિસાનાયકે સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન, શ્રી મોદીએ શ્રીલંકાને બચાવ અને રાહત પૂરી પાડવા માટે ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારત તરફથી સતત સહાયની ખાતરી આપી હતી.વાતચીત દરમિયાન, રાષ્ટ્રપતિ દિસાનાયકે આપત્તિમાં ભારતની સહાય બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને બચાવ ટીમો અને રાહત સામગ્રીના તાત્કાલિક વિતરણની પ્રશંસા કરી હતી. તેમણે આ પ્રયાસો માટે શ્રીલંકાના લોકો વતી કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ શ્રીલંકામાં ચક્રવાત દિત્વાથી થયેલા જાનહાનિ અને વ્યાપક વિનાશ માટે પણ સંવેદના વ્યક્ત કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.