દાહોદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ગઈકાલે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. દાહોદમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જમીન દબાણ, સુજલામ સુફલામ યોજના, મધ્યાહન ભોજન, પાણી પૂરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય માટેના પ્રશ્નો રજૂ કરાયા હતા. આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા કલેક્ટરે સૂચના આપી હતી.
આ તરફ રાજકોટમાં કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખેલ મહાકુંભ, ક્ષય નાબૂદી, જળ સંચય અભિયાન, રેશનકાર્ડનું ઈ- કેવાયસી વગેરે કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
તેમજ વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવા કલેકટરે સોશિયલ મીડિયાના માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
Site Admin | ડિસેમ્બર 22, 2024 8:42 એ એમ (AM)
દાહોદ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ગઈકાલે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી