જાન્યુઆરી 21, 2026 8:21 પી એમ(PM)

printer

દાવોસમાં WEFને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, AIને નિયમિત કરવા ટૅક્નિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રૉનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I.ને નિયમિત કરવા માત્ર કાયદાનો પ્રયોગ જ નહીં, પરંતુ ટૅક્નિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે. સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.ને સંબોધતાં તેમણે આ વાત કહી.
શ્રી વૈષ્ણવે ડીપ ફૅક જેવી સમસ્યાઓને પહોંચી વળવા મજબૂત ટૅક્નોલૉજી, ઉપકરણોની જરૂરિયાત પર પણ ભાર આપ્યો. તેમણે કહ્યું, ભારત એવી ટૅક્નોલૉજી વિકસાવી રહ્યું છે, જેનાથી ડીપફૅકને ઓળખી શકાય અને A.I. મૉડેલનો પ્રયોગ કરતા પહેલા યોગ્ય સતર્કતા સુનિશ્ચિત થઈ શકે. શ્રી વૈષ્ણવે જણાવ્યું, દેશ વૈશ્વિક ખર્ચના ત્રીજા ભાગના ભાવે સરકારી સબસિડીવાળા ગ્રાફિક્સ પ્રૉસેસિંગ યુનિટ્સ – GPS પૂરા પાડીને A.I.નું લોકશાહીકરણ પણ કરી રહ્યો છે.