દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં તેલંગાણાને સમજૂતી કરારના સ્વરૂપમાં લગભગ 1.32 લાખ કરોડ રૂપિયાના રોકાણની ખાતરી મળી છે.જે ગયા વખતના રોકાણ કરતાં ત્રણ ઘણું વધારે છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને ઉદ્યોગ મંત્રી ડી શ્રીધર બાબુના નેતૃત્વમાં, તેલંગાણા ટીમે વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ સાથે બેઠકો કરી હતી.
સરકારે જણાવ્યું કે હૈદરાબાદમાં ફ્યુચર સિટી પર રાજ્ય સરકારના ધ્યાને મોટી વૈશ્વિક કંપનીઓનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્ય સરકારને આશા છે કે આનાથી લગભગ 46 હજાર યુવાનોને રોજગારની તકો મળશે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 7:27 પી એમ(PM) | દાવોસ
દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં તેલંગાણાને સમજૂતી કરારના સ્વરૂપમાં લગભગ 1.32 લાખ કરોડ રૂપિયાના રોકાણની ખાતરી મળી છે
