ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 25, 2024 9:29 એ એમ (AM) | દાના ચક્રવાતી

printer

દાના ચક્રવાતી તોફાન ગઈ કાલે રાત્રે 12 વાગીને પાંચ મિનિટે ઓડિશાનાં ભિતારકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ વચ્ચે ત્રાટક્યું :ભારતીય હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, દાના ચક્રવાતી તોફાન ગઈ કાલે રાત્રે 12 વાગીને પાંચ મિનિટે ઓડિશાનાં ભિતારકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ વચ્ચે ત્રાટક્યું હતું અને હવે તે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળનાં કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભુવનેશ્વર સ્થિત હવામાન વિભાગની કચેરીના સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ચક્રવાતી વાવાઝોડું જમીન પર સ્પર્શ્યું ત્યારે પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક હતી. ગંભીર ચક્રવાતી તોફાન નબળું પડીને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું તે પહેલાંનાં ત્રણથી ચાર કલાક માટે તેણે તીવ્રતા જાળવી રાખી હતી. વાવાઝોડાની અસરને કારણે કેન્દ્રાપાડા અને ભદ્રક જિલ્લામાં ભારે પવન અને વરસાદ પડતો હતો, જેને પગલે મયુરભંજ, કટક, જયપુર, બાલાસોર અને જગતસિંહપુર જિલ્લામાં પુર આવ્યું હતું.
મુખ્યમંત્રી મોહન માંજી પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે.