ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 17, 2024 2:48 પી એમ(PM) | ગણેશ ઉત્સવ

printer

દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવનું આજે સમાપન

દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવનું આજે સમાપન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરના પંડાલોમાંથી આજે બપ્પાની વિદાય બાદ આ ઉત્સવનું સમાપન થશે. ગુજરાતમાં વડોદરા અને સુરત સહિત વિવિધ જિલ્લાઓમાં વિસર્જનને પગલે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
આ તરફ બૃહદ મુંબઈ કોર્પોરેશને અનંત ચતુદર્શીના અવસર પ્રસંગે મોટાપાયે સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. એકલામાં મુંબઈમાં 12 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારી તૈનાત કરાયા છે, જ્યારે 71 જેટલા કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે.
વધુમાં 700 જેટલા લાઇફગાર્ડ અને 48 મોટર બોટ દરિયા કિનારે તૈનાત કરાઈ છે. બીએમસીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વિસર્જન માટે 204 જેટલા કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે. ભક્તો ક્યૂ આર કોડ સ્કેન કરીને આ તળાવો વિશેની માહિતી મેળવી શકશે.