દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની વિષયવસ્તુ “બ્રેકિંગ બેરિયર્સ એન્ડ બ્રિજિંગ ગેપ્સ” છે. જે સુનિશ્ચિત કરે છે કે ડાયાબિટીસ ધરાવતી દરેક વ્યક્તિ ઉચ્ચ-ગુણવત્તાવાળી, સસ્તી સારવાર મેળવી શકે અને કાળજીમાં અસમાનતાને દૂર કરવા સરકારો, આરોગ્ય સંસ્થાઓ અને સમુદાયો વચ્ચે સહયોગ પર ભાર મૂકાયો છે. આ માત્ર ડાયાબિટીસના જોખમી પરિબળોને ઘટાડવા માટે જ નહીં પરંતુ આ સ્થિતિથી પીડિત લોકોને સતત સહાય પૂરી પાડવા માટે એક સંકલિત અભિગમની માંગ કરે છે.
ડાયાબિટીસ એ એક જાહેર આરોગ્ય પડકાર છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. જે નિવારણ, વહેલું નિદાન, અસરકારક વ્યવસ્થાપન અને ડાયાબિટીસની સંભાળની સમાન પહોંચ અને રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વ્યાપક પગલાંની તાત્કાલિક જરૂરિયાતની અગત્યતા દર્શાવવા વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.