જાન્યુઆરી 21, 2026 10:15 એ એમ (AM)

printer

દર્શન માટે ગયેલા અરવલ્લીના યાત્રાળુઓની બસને રાજસ્થાનમાં અકસ્માત થતાં ચારના મોત

રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લીના ચાર લોકોના મોત થયા છે અને 16 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બની છે. બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના હોવાની માહિતી મળી રહી છે.