અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘શક્તિ’ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે અને 5 ઓક્ટોબર સુધીમાં તે ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચશે. 6 ઓક્ટોબર, 2025 ની સવારથી તે ફરીથી વળાંક લઈને પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે તેવી હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે શક્યતા દર્શાવી છે..
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહિવત અસર જોવા મળશે. જોકે, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું ગુજરાત તરફ યુ ટર્ન લેશે.
Site Admin | ઓક્ટોબર 4, 2025 8:04 પી એમ(PM)
દરિયા કિનારા નજીક સર્જાયેલા “શક્તિ” ચક્રવાતથી રાજ્યમાં નહિવત અસર