ઓગસ્ટ 3, 2025 7:34 પી એમ(PM)

printer

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાન પર

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાન પર રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યાનુસાર છેલ્લા 4 વર્ષોમાં રાજ્યમાં કુલ મત્સ્ય ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ અંદાજે 8 લાખ 56 હજાર મેટ્રિક ટન રહ્યો છે. વર્ષ 2023-24માં રાજયનું કુલ મત્સ્ય ઉત્પાદન 9 લાખ 8 હજાર મેટ્રિક ટન હતું, જે 2024-25માં 10 લાખ 37 હજાર મેટ્રિક ટન થવાની સંભાવના છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વર્ષ 2025-26માં ગુજરાત માટે કેન્દ્ર સરકાર તરફથી 50 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. તેનાથી પણ રાજ્યમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.