પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગરથી અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કરવાના છે, ત્યારે દરિયાઈ ક્ષેત્રમાં શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે, ભારતે સામુદ્રિક શક્તિ, સંપદા અને સામર્થ્યને ઓળખી વૈશ્વિક પડકારોનો સામનો કરી સાગર માલા જેવા કાર્યક્રમો દ્વારા સામુદ્રિક ક્ષેત્રમાં પોર્ટ, લોજિસ્ટિક સહિતના વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક માપદંડો હાંસલ કર્યા છે.મલ્ટી મોડલ કનેક્ટિવિટી, ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ સાથેના લક્ષ્ય અને પારદર્શક નીતિ થકી દેશની ગતિ તેજ બની રહી છે. આ સાથે જ મેરિટાઈમ વિઝન 2030, ઇન્ડિયા વિઝન 2030ના વિઝનને સાકાર કરી ભારત વિશ્વના 10 શીપ બનાવતા દેશોમાં ચોક્કસ નામ નોંધાવશે. આ માટે સહકારના મંત્ર સાથે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે તેવી વાત આ મંચ પરથી કરવામાં આવી.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 10:57 એ એમ (AM)
દરિયાઈ ક્ષેત્રમાં શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં કરવામાં આવ્યા
