જૂન 6, 2025 4:00 પી એમ(PM)

printer

દમણ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી

દમણ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી ચાલુ રાખતા કચ્ચીગાંવ સ્થિત અનેક ગેરકાયદેસર ચાલીઓ, ફેક્ટરીઓ, શેડ અને કચેરીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં ૧૦૦થી વધુ નાની ઓરડીઓ, 70થી વધુ ચાલીઓ, ફેક્ટરીઓ, શેડ અને ઓફિસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક ઔદ્યોગિક એકમના ગેરકાયદેસર માળ અને ૧૧ દુકાનો પણ તોડવામાં આવી હતી.