કેન્દ્રશાસિત પ્રદેશ દમણનાં ખેલાડી શ્રેયા રસ્તોગીએ રાષ્ટ્રીય સ્તરની વ્યાયામ – જિમ્નેસ્ટિક્સ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં તાજેતરમાં યોજાયેલી 69-મી ભારતીય રાષ્ટ્રીય શાળા રમતગમત મહામંડળ – SGFIની 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં તેમણે આ સિદ્ધિ મેળવી છે.
રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓ સામે શ્રેયા રસ્તોગીએ ઉત્તમ સંકલન, સંતુલન, સુગમતા અને તકનીકી કુશળતા બતાવી હતી. આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્પર્ધામાં પણ આ ખેલાડી સારું પ્રદર્શન કરે તે માટે રમતગમત વિભાગે તેમને અભિનંદન પાઠવ્યાં છે.
Site Admin | જાન્યુઆરી 19, 2026 7:02 પી એમ(PM)
દમણનાં ખેલાડી શ્રેયા રસ્તોગીએ રાષ્ટ્રીય સ્તરની વ્યાયામ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો.