જુલાઇ 21, 2025 7:15 પી એમ(PM)

printer

દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો માછીમારોને આગામી 25 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

દરમિયાન રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 53 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.