દક્ષિણ પશ્ચિમ બંગાળનાં અખાતમાં આજે બપોરે ચક્રવાતી તોફાન ફેંજલ રચાયું છે. સ્થાનિક હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે ચક્રવાતી દબાણ આવતી કાલે બપોરે મહાબલિપુરમ અને કરાઇકલ વચ્ચે ટકરાશે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે કુલ બે હજાર 229 પુર રાહત શિબિર બનાવવામાં આવી છે. તામિલનાડુનાં નવ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. પ્રતિ કલાક 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના હોવાથી લોકોને સાવચેતી રાખવા અને ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 29, 2024 6:24 પી એમ(PM)
દક્ષિણ પશ્ચિમ બંગાળનાં અખાતમાં આજે બપોરે ચક્રવાતી તોફાન ફેંજલ રચાયું છે