જાન્યુઆરી 20, 2026 8:11 એ એમ (AM)

printer

દક્ષિણ ગોવામાં ડાબોલિમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નાગરિકો માટે ઝડપથી ખુલ્લુ મૂકાશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ છે કે દક્ષિણ ગોવામાં ડાબોલિમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અવરજવર માટે ઝડપથી ખુલ્લુ મૂકાશે.દક્ષિણ ગોવાનો પર્યટન ક્ષેત્રને વધારવા માટે સંરક્ષણ પ્રધાન અને ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન આ ખાતરી આપવામાં આવી હતી.આ બેઠકનો ઉદ્દેશ્ય મોપા ખાતે નવા કાર્યરત મનોહર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર નાગરિક ફ્લાઇટ્સના સંભવિત સ્થળાંતર અંગે લાંબા સમયથી ચાલી આવતી આશંકાઓ દૂર કરવાનો હતો.