આજે અને આવતીકાલે રાજ્યના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કરાયું છે.અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું હોવાનુ હવામાન વિભાગના વડા ડૉ.એ.કે.દાસે જણાવ્યું.રાજ્યમાં કુલ 4 સિસ્ટમ અત્યારે સક્રિય છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને એ સિવાય માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 9:52 એ એમ (AM)
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદનું રેડ એલર્ટ